મહિલા કંડક્ટરોને રેસ્ટ રૂમની સુવિધા કપડવંજ ડેપોમાં આપવામાં આવે તેવી માંગણી.
નરેશ ગનવાણી નડિયાદ
મહિલા કંડક્ટરોને રેસ્ટ રૂમની સુવિધા કપડવંજ ડેપોમાં આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી
કપડવંજ ડેપોમાં અંદાજે ૧૦ જેટલી મહિલા કંડક્ટરો છે. મહિલા કંડક્ટરોને રેસ્ટ રૂમની સુવિધા વર્કશોપના બદલે કપડવંજ ડેપોમાં આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે કપડવંજ ડેપોમાં જેન્ટ્સ ડ્રાઇવર કંડક્ટરો માટે રેસ્ટ રૂમ ની સુવિધા છે પણ મહિલા કંડક્ટરો માટે રેસ્ટ રૂમની સુવિધા ડેપો ખાતે ન હોવાના લીધે મહિલા કંડક્ટરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અંદાજે એક વર્ષથી પણ વધારે સમયથી મહિલા કંડકટર રેસ્ટ રૂમ ડેપો થી અંદાજે ૩૦૦ મીટર દૂર વર્કશોપમાંગણી ખાતે આવેલ છે જેનો આજ દિન સુધી કોઈ ઉપયોગ થયો નથી તંત્ર દ્વારા અગાઉ મહિલા કંડકટર રેસ્ટ રૂમકપડવંજ ડેપો માં બનાવવાને બદલે ડેપોથી દૂર વર્કશોપ ખાતે બનાવવામાં આવેલહતો મહિલા કંડક્ટરોને ચાલુ ફરજ દરમિયાન ટ્રીપ માં હોલ્ટનો સમય ૫ થી ૧૦ મિનિટનો સમય મળતો હોય છે જે સમય દરમિયાન ૩૦૦ મીટર દૂર આવેલ વર્કશોપના રેસ્ટ રૂમનો ઉપયોગ કરવો શક્ય નથી કપડવંજ ડેપોની મહિલા કંડક્ટરોએ આ સમસ્યા અંગે વિભાગીય નિયામક નડિયાદને લેખિતમાં રજૂઆત કરેલ છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે મહિલા કંડક્ટરો માટેનો રેસ્ટ રૂમકપડવંજ ડેપો ખાતે રાખવામાં આવે તેવી મહિલા કંડક્ટરોની માંગણી છે.

