નડિયાદ શહેરના રસ્તાઓ પર ટૂંક સમયમાં દોડશે સિટી બસ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરના રસ્તાઓ પર ટૂંક સમયમાં દોડશે સિટી બસ

નડિયાદ નગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં ચાર બસથી શરૂ કરાશે અને તબક્કાવાર  બસની સંખ્યામાં જરૂર મુજબના રૂટ પર વધારો કરાશે.નડિયાદ નગરપાલિકાએ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી વર્ક ઓડર ખાનગી એજન્સીને આપી દીધા છે. હવે સિટી બસ સેવાનો લાભ નગરજનોને મળવા જઈ રહ્યો છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે આ વર્ક ઓડર ખાનગી એજન્સીને આપ્યો છે. ધારાસભ્યએ જણાવ્યું કે આજે એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કે ૪ સીટી બસ ચાલુ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર બસની સંખ્યામાં વધારો કરાશે. આ બસ નડિયાદ શહેર સહિત આસપાસના ૧૦ કીમી વિસ્તારમાં ચલાવામાં આવશે.જેમા નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ મળશે બસના કોન્ટ્રાક્ટર વિરેન્દ્રભાઈએ જણાવ્યું કે શરૂઆતમા ચાર બસ શરૂ કરવામાં આવશે જે દિવસ દરમિયાન દોડશે. જે ૩૨ સીટીંગ મીની બસ હશે. ડબલ ડોર અને સીસીટીવી કેમેરાથી સજ હશે જેથી મહિલાઓની સુરક્ષા વધશે. બસનું ભાડું મિનીમમ ૭ રૂપિયા અને મેક્સીમમ ભાડુ ૧૫ રૂપિયા નક્કી કર્યું છે. આ બસ સર્વિસ ૫ વર્ષ માટે ચલાવવા નિભાવવામાં વર્ક ઓડરમા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: