રાજ્યમાં અનેક જગ્યાએ ચોરી કરનાર રીઢો ગુનેગાર વડતાલ પોલીસે ઝડપી પાડયો.

નરેશ ગનવાણી નડિયાદ

રાજ્યમાં અનેક જગ્યાએ ચોરી કરનાર રીઢો ગુનેગાર વડતાલ પોલીસે ઝડપી પાડયો

ખેડા જિલ્લાના વડતાલ પોલીસે ઝડપાયેલા ઇસમે ખેડા-આણંદ જિલ્લા સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ ઉપરાંત વલેટવામાં ચોરીમાં પણ આ તસ્કરનો હાથ હોવાનું બહાર આવતા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડતાલ પોલીસના માણસો વલેટવાથી નડિયાદ તરફ આવતી બાઇક ચાલકને ઉભા રાખી  નામઠામ પુછતા તેણે પોતાનું નામ જગદીશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રોહિત (રહે.સામરખા જી આણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ કરતા  જગદીશએ કબૂલાત કરી કે તેણે સાણંદ ખાતેથી એક ઇક્કો ગાડીની ચોરી કરેલ હતી. જેમાં તે તથા મુકેશ ઉર્ફે બાલી રમેશભાઇ ઇશ્વરભાઈ સોલંકી બંને જણાએ તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વલેટવા ચોકડી નડિયાદ રોડ ઉપરથી ચોરી કરેલા તાંબા પિત્તળના વાસણો મૂકી ફરાર થયા હતા. ચોરીના કેસમાં અગાઉ મુકેશ પકડાયો હતો. પોલીસે આરોપીની પુછપરછમાં જણાવ્યું કે તે છેલ્લા ૧૦ વર્ષથી ચોરીના રવાડે ચઢી ગયેલો છે અને આ સિવાય તેણે ગુજરાત રાજ્યના જીલ્લાઓના અલગ અલગ પો.સ્ટે.માં આણંદ ટાઉન, આણંદ રૂરલ, પેટલાદ, સોજિત્રા, મહેળાવ, આંકલાવ, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, તારાપુર, વસો, વડોદરાં ગોત્રી તથા જવાહર નગર, વરણા, રાજકોટ, અમદાવાદમાં આનંદનગર, અસલાલી,કાલુપુર, સુરત સરથાણા, પ્રાંતિજ, ઇડર, ભાવનગર મહુવા, મહુધા, ચકલાસી ખાતે અગાઉ ચોરીના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: