માતરમા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ફરાર.
નરેશ ગનવાણી નડિયાદ
માતરમા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા
ખેડા જિલ્લાના માતરમાં પરિવાર મકાન બંધ કરી બેસણાની લૌકિક ક્રિયામાં ગયા હતા દરમિયાન તસ્કરોએ બંધ ઘરને ટાર્ગેટ કરી રૂપિયા ૩.૨૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. માતરના રહોતીવાસમા રહેતા રણજીતભાઈ ડાહ્યાભાઈ રાઠોડ ૨૮ જાન્યુઆરીના રોજ પોતાના ઘરના સભ્યો તેમજ કુટુંબના સભ્યો સાથે બનેવી ધરે બાકરોલ ગામે બેસણામાં ગયા હતા. લૌકિક ક્રિયા પૂર્ણ કરી બીજા દિવસે તેઓ માતર ઘરે આવ્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલુ હતું અને ઘરમાં સરસામાન પણ વેરવિખેર હાલતમાં હતો. ઘરમાં તપાસ કરતા તસ્કરોએ ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૩ લાખ ૨૬ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માતર પોલીસે ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.