બાઇક પર ખબર કાઢવા જતાં દંપતીને અકસ્માત નડ્યો, એકનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ
બાઇક પર ખબર કાઢવા જતાં દંપતીને અકસ્માત નડ્યો, એકનું મોત
માતરના સોખડા ગામે રોડ પર અચાનક ગાય આવી જતા બાઇક ગાય સાથે અથડાયું હતું જેના કારણે ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલ તેઓની પત્નીને ઈજાઓ પહોંચી છે.
માતરના મોતીપુરા સીમમાં રહેતા શૈલેષ તેની પત્ની કાજલસાથે બાઇક પર ખેડા સંબંધીને ત્યાં ખબર કાઢવા ગયા હતા. દરમિયાન સોખડા ગામની સીમમાં છગનપુરા પાટીયા પાસે એકાએક ગાય રોડ પર આવી જતા શૈલેષેનુ બાઇક ગાય સાથે અથડાવ્યુ હતુ. શૈલેષ અને પાછળ બેઠેલ તેઓની પત્ની કાજલ રોડ પર પટકાયા હતા.
પટકાયેલા શૈલેષને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર મળે તે પહેલાજ મોત નિપજ્યું હતું. જ્યારે કાજલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે દિનેશભાઈ પરમારે માતર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.