દેવધા ખાતે ગરબાડા તાલુકાના ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રચાર પ્રસાર રથનો સમાપન કાર્યક્રમ યોજાયો.
વનરાજ ભુરીયા
દેવધા ખાતે ગરબાડા તાલુકાના ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રચાર પ્રસાર રથનો સમાપન કાર્યક્રમ યોજાયો.
ખાતે ભીલ સમાજ પંચ, દાહોદ દ્વારા ભીલ સમાજમાં પ્રવર્તમાન દહેજ, દારૂ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્ગદર્શિકા ના પ્રચાર પ્રસાર માટે લગ્ન બંધારણ પ્રચાર રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રચાર રથ દસ દિવસ દરમિયાન ગરબાડા તાલુકાના તમામ 41 ઞામોમાં પરિભ્રમણ કર્યો હતો અને દરેક ગામોમાં પ્રચાર રથ સાથે ગામેગામ જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને આદિવાસી ભીલ સમાજમાં ચાલતા દહેજ,દારૂ અને લગ્નના ખોટા ખર્ચાઓ ઘટાડવા માટે જાગૃત કર્યા હતા અને તેના લીધે ભીલ સમાજ ગરીબીમાં ધકેલાય રહ્યો છે અને દેવાદાર બની બહારગામ મજૂરી અર્થે નીકળી જતો હોય છે જેના લીધે. ભીલ સમાજના ગરીબ લોકો વધુને વધુ ગરીબ બનતા જઈ રહ્યા છે બાળકોમાં કુપોષણનો દર વધ્યો છે,શિક્ષણક્ષેત્રે પછાત છે જેને લઇ જો આ દહેજ રૂપી દૂષણ સમાજ માંથી દૂર કરવાના દ્રઢ સંકલ્પ સાથે ગામે ગામ લગ્ન બંધારણ રથ ફેરવવામાં આવ્યો હતો અને 41 ગામોમાં રાતદિવસ આ રથ ફર્યો હતો. આ પ્રચાર રથને દરેક ગામમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને દસ દિવસ બાદ આ લગ્ન પ્રચાર રથનો સમાપન કાર્યક્રમ ગરબાડા તાલુકાના દેવધા ગામે શિવ મંદિર ખાતે યોજાયો હતો જે કાર્યક્રમમાં ગરબાડા 133 બેઠકના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી,તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર,ગરબાડા પ્રચાર રથના સહ કન્વિનર અનિલ ભુરીયા,સરપંચો, ઉપસ્થિત રહ્યા હતા.