કપડવંજ કઠલાલ રોડ પર લકઝરી બસ પલ્ટી ખાઇ જતાં ૧૩ ને ઇજા પહોંચી.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ કઠલાલ રોડ પર લકઝરી બસ પલ્ટી ખાઇ જતાં ૧૩ ને ઇજા પહોંચી
ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં મોડી રાત્રે રાજસ્થાનથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ કપડવંજના કઠલાલ રોડ પર ઉદાપુરા નજીક પલટી ખાઈ જતા બસમાં સવાર ૪૫ માંથી ૧૩ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જોકે આ બનાવમાં કોઈ મોટી હોનારત સર્જાઈ નથી.કપડવંજના કઠલાલ રોડ પર ઉદાપુરા પાટીયા પાસેથી મોડી રાત્રે એક લકઝરી બસ બસ રાજસ્થાનથી સુરત જતાં લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડના ખાડામાં બસ પલ્ટી ખાઇ ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. લક્ઝરી બસમાં સવાર ૪૫ મુસાફર માંથી ૧૩ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ કપડવંજ પ્રાંત અધિકારી, મામલતદાર, કપડવંજ રૂરલ પીએસઆઇ, આતરસુંબા પીએસઆઈ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.