મહીસાગર જિલ્લાના પાનમ બ્રિજ પર બાઇક પર જોખમી સ્ટંટ કરતા યુવાનની કરાઈ ધરપકડ.
રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર

મહીસાગર જિલ્લાના પાનમ બ્રિજ પર બાઇક પર જોખમી સ્ટંટ કરતા યુવાનની કરાઈ ધરપકડ,
સોશિયલ મીડિયામાં રીલ બનવવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે, કેટલાક યુવકો જોખમી સ્ટન્ટ કરી જીવપણ ગુમાવ્યા છે. લુણાવાડા ખાતે વિડીયો વાયરલ થયેલ જે વિડીયોમાં એક બાઇક ચાલક લુણાવાડા પાનમ બ્રીજઉપર ચાલુ બાઇક ઉપર ઉભા થઇ બાઇકનું આગળનું વ્હીલ ઉચુ કરી રસ્તે જતા વાહન ચાલકો ની તેમજ રાહદારીઓની જીદંગી જોખમાય તે રીતે રસ્તા ઉપર બેકાળજી થી તેમજ પુર ઝડપે બાઇક ચલાવી સ્ટંટ કરી રહેલાનો વિડીયો વાયરલ થયો હતો.મહીસાગર જિલ્લાપોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા સુચના અનુસાર એલ.સી.બી પી આઈ એમ.કે.ખાંટ તથા સ્ટાફ ટીમે આ વીડિયો વેરીફાઇ કરી તપાસ કરતા બાઇક ચાલક ઓમગીરી રમણગીરી ગોસાઈ રહે.વસંત સાગર તળાવ લુણાવાડા ઝડપી પાડવામાં આવ્યો હતો, સ્ટંટબાજ યુવાનને પોલીસે ઝડપી પાડી લુણાવાડા ટાઉન પોલીસ ખાતે તેના વિરુધ્ધ ઈ.પી.કો. કલમ 279, 336, તથા એમ.વી. એક્ટ કલમ 177, 184, 192 મુજબ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર
