થર્મલ પ્લાન્ટ પ્રોટેક્શન દીવાલની પાસે દિપડો દેખાતા લોકોમાં ભયનું માહોલ.
નરેશ ગનવાણી નડિયાદ
થર્મલ પ્લાન્ટ પ્રોટેક્શન દીવાલની પાસે દિપડો દેખાતા લોકોમાં ભયનું માહોલ
ગળતેશ્વરના વણાંકબોરી થર્મલ ખાતે સોશિયલ મીડિયામા એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં થર્મલ પ્લાન્ટ પ્રોટેક્શન દીવાલની બીજી બાજુ કુણી ગામની હદમાં દીપડો ફરતો વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયર એચ.આર. મર્ચન્ટ તેમજ સિક્યુરિટી વિભાગ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે દીપડાને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગેટ નંબર ૮ પાસે ફરજ બજાવતા સિક્યુરિટીગાર્ડ એ દિપડો જોતા પાવર સ્ટેશનના મુખ્ય અધિકારીને જાણ કરી હતીચીફ એન્જિનિયર દ્વારા સ્થાનિક વનવિભાગને દીપડો હોવાની જાણ કરવામા આવી હતી. માહિતી મળતા જ વનવિભાગની ટીમ અને એનજીઓઘટના સ્થળે પહોંચ્યા હતા.વન વિભાગ દ્વારા બે પાંજરા મુકવામાં આવ્યા હતાં જેમાં એક પાંજરૂ કુણી દરગાહ આજુબાજુ મુકવામાં આવ્યું હતું જયારે બીજું પાંજરૂ પ્લાન્ટની અંદર મુકવામાં આવ્યું છે. આ બાબતે આર. એફ.ઓ. વિજય પટેલે જણાવ્યું હતું કે દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા બે પિંજરા મૂકવામાંઆવ્યા છે. અને વન વિભાગ અનેએનજીઓ દ્વારા સમગ્ર જગ્યા ઉપરચાંપતી નજર રાખવામાં આવી રહીછે. થર્મલ પાવર સ્ટેશન ની આસપાસ રહેતા લોકો ને વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે રાત્રિના સમયે કામ વગર બહારનહિ નીકળવું તેમ અપીલ પણ કરવામાં આવી છે.

