નડિયાદ પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી.
નરેશ ગનવાણી
નડિયાદ પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી
ખેડા જિલ્લાના કઠલાલની દિકરી પર આણંદના સાસરીયઓએ ત્રાસ આપતા પરીણિતાએ પોલીસમાં પોતાના પતિ, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ પરીણીતાએ ફરિયાદ નોંધાવી છે. કઠલાલમાં રહેતી યુવતીના બીજા લગ્ન આણંદ ખાતે રહેતા યુવાન સાથે થયા હતા. યુવાનના પણ બીજા લગ્ન હતાં શરૂઆતમા દંપતીનો ઘર સંસાર સારી રીતે ચાલતા સંતાનમાં દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદ એકાએક પતિ સહિત સાસરીયાઓના વર્તનમાં બદલાવ આવ્યો. જોકે આ પહેલા પણ પતિ, જેઠ, જેઠાણી અને નાણંદ તમામ લોકો ઘરના કામકાજ બાબતે પરીણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અને દીકરીના જન્મ બાદ વધુ ત્રાસ આપવા લાગ્યા હતા. વંશવેલો આગળ વધે તેમ ન હોય તેવી સાસરીયાની માનસીકતાના કારણે પરીણિતા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ પતિ,જેઠ, જેઠાણી અને નણંદે તેણીની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેણીના પિતા સાથે પણ બોલાચાલી કરી હતી. ત્યારબાદ પરિણીતા પિયરમાં આવી ગયેલી ત્યારબાદ પતિ કે સાસરીના લોકો પરત તેડવા ન આવતા ગતરોજ આ મામલે કઠલાલ પોલીસમાં પોતાના પતિ, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

