દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ની ચિંતન બેઠક શ્રી જી. પી. ધાનકા માધ્યમિક શાળા દાહોદ ખાતે યોજાઈ.
અજય સાસી
દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ની ચિંતન બેઠક શ્રી જી. પી. ધાનકા માધ્યમિક શાળા દાહોદ ખાતે યોજાઈ.
દાહોદ તારીખ 3 /2 /2024દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળની ચિંતન બેઠક જિલ્લાના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષ સ્થાને શ્રી જી. પી. ધાનકા માધ્યમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. સંસ્થાના મંત્રી કિરણસિંહ ચાવડાએ ગતસભાનું પ્રોસેડિંગ વાંચી સંભળાયું હતું જેને ઉપસ્થિત સૌ સભ્યોએ બહુમતીથી અનુમોદન આપ્યું હતું. તેમને તાલુકો કક્ષાએ અનુસૂચિત જાતિ કેળવણી મંડળ રચના કરવા માટે દાહોદ શહેર માટે હિમાંશુભાઈ નાગર અને ગ્રામ્ય માટે નરેશભાઈ મકવાણા, ફતેપુરા માં દેવચંદભાઈ પરમાર, સિંગવડમાં સુરેશભાઈ ચૌહાણ, ગરબાડામાં પ્રવીણભાઈ ચાવડા, ધાનપુરમાં રમેશભાઈ સોલંકી અને સરદારભાઈ કાનાભાઈ ભુરીયા ઝાલોદ ગ્રામ્ય માટે મુકેશભાઈ અંબુભાઈ ખાનગુડા તથા અજયભાઈ કપાસીયા લીમખેડા માટે કિરણભાઈ બારીયા ,સંજેલી માટે રમેશભાઈ સોલંકીને રચના કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ મંત્રીશ્રીએ ગત સામાન્ય સભા નો થયેલ ખર્ચ ચર્ચા કરી હતી. ખાસ તો લીમખેડા તાલુકા કેળવણી મંડળની આ અગાઉ તાલુકા કક્ષાની બેઠક થઈ તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકા સાહેબે સૌને આવકારી સમાજની એકતા વધે સૌ શિક્ષિત થાય અને સૌ પરસ્પર સહકાર કેળવે એવી અપેક્ષા સેવી હતી અગામી સમયમાં પૂજ્ય સંત શ્રી રોહીદાસ બાપા તથા ડો. બાબા સાહેબ આંબેડકર અને બુદ્ધ ભગવાન ની જન્મ જયંતિ ની ઉજવણી કરવા માટે સૌ ઉપસ્થિત સભ્યોને અપીલ કરી હતી. જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ઉજવણી કરવા માટે જણાવ્યું હતું આ પ્રસંગે લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ કિરણભાઈ બારીયા તેમજ મંત્રી ઋષિભાઈ સલાણીયા એ પોતાના અભિપ્રાય આપ્યો હતો. બેઠકમાં ફતેપુરા, સીંગવાડ ,ધાનપુર, મોઢવા, દાહોદ, રાછરડા, જેસાવાડા, ગરબાડા, કતવારા, લીમખેડા વિગેરે ગામોમાંથી સમાજ કર્મશીલો જિલ્લા કારોબારી સભ્યો તાલુકા પ્રમુખ, મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.પ્રકાશિત સાથે