દાહોદ લોકસભા સીટના સમાવિષ્ટ સંતરામપુર તાલુકામાં આઠ કરોડના ખર્ચે નવીન બનનાર રસ્તાઓ દાહોદ સાંસદના હસ્તે ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી.
પ્રવીણ કલાલ ફતેપુરા
દાહોદ લોકસભા સીટના સમાવિષ્ટ સંતરામપુર તાલુકામાં આઠ કરોડના ખર્ચે નવીન બનનાર રસ્તાઓ દાહોદ સાંસદના હસ્તે ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી.
.લોકસભા ચૂંટણીને આડેહાથ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂકાઈ ચૂક્યો છે લોકસભા ચૂંટણીનો ટૂંક સમય હોવાથી ગુજરાત સરકાર દ્વારા પણ બાકી રહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરી લોકોની સુખાકારી માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ સંતરામપુર તાલુકાના સીમળીયા, બટકવાડા, ભાણા સીમળ, ખેડાપા, ના વિવિધ ગામોમાં 8 કરોડના ખર્ચે નવીન તૈયાર થનાર રસ્તાઓ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે રસ્તાઓની ખાદ મુહૂર્ત અને ભૂમિ પૂજન વિધિ હાથ ધરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી દ્વારા ગુજરાત અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા તાલુકાનું ગામોમાં સંપૂર્ણ વિકાસ થાય માનગઢ ધામનું નામ દેશ દુનિયામાં ગુંજે તે માટે સંપૂર્ણ વિકાસ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ગામે ગામ અત્યારથી જ સભાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે સંતરામપુર તાલુકાના ભાણાસીમળ ઉખરેલી, ખેડાપા, બટકવાડા ના ગામોમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે સભાઓ ગુંજવી લોકોને સંબોધીને જણાવ્યું હતું ગુજરાત અને કેન્દ્રની સરકાર લોકોની ચિંતા કરે છે દેશના વડાપ્રધાન લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ પૂરી પાડવાની નેમ લઈને ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું આદિવાસી ના દિકરા તરીકે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે વનબંધુ કલ્યાણ યોજના મા અને,શિક્ષણ ક્ષેત્રે કામગીરી લઈ દાહોદ સાંસદે જણાવ્યું હતું કે આવનાર લોકસભા ચૂંટણી ને લઈને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે મોદી સાહેબના હાથ મજબૂત કરવા સરકારની વિવિધ યોજનાઓ નો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો

