ડુંગરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ડુંગરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આજરોજ તારીખ 05/02/ 2024 ના રોજ ઝાલોદ તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત સિકલ સેલ નિર્મૂલન અભિયાન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરીના મેડિકલ ઓફિસર ડૉ.આસીમ શેખ સાહેબ દ્વારા સિકલ સેલ માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી. અને આર.બી.એસ. કે મેડિકલ ઓફિસર ડૉ. કિરણ ડામોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રદ્ધાબેન રાવત, સૌરભભાઈ ડામોર મનહરભાઈ સંગાડા, યામીનીબેન માહેરા સિકલસેલ કાઉન્સિલર રેખાબેન ડામોર અને શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ચેક અપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

