નડિયાદમા ડાહીલક્ષ્મી લાઇબ્રેરી ખાતે વક્તવ્ય ,ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમા ડાહીલક્ષ્મી લાઇબ્રેરી ખાતે વક્તવ્ય ,ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો.
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી સવાસો વર્ષ જૂની ડાહીલક્ષ્મી લાઇબ્રેરી માં મહિનામાં એક વખત પુસ્તક ઉપર પ્રસિદ્ધ લેખકો ,કવિઓ, સાહિત્યકાર ને બોલાવી વક્તવ્ય ,ચર્ચા અને પ્રશ્નોત્તરી થાય છે. તે અંતર્ગત મણકો ૧૦૭ મો , ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ ક્રાઈમ અને મનોરંજન આધારિત અશ્વિની ભટ્ટ લિખિત કમઠાણ પુસ્તક ઉપર કાજલ ઓઝા વૈદ્ય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે અગાઉ લાઇબ્રેરી ખાતે ગ્રંથના પંથ માં ગુજરાતી ફિલ્મ કમઠાણ ના ડાયરેક્ટર ધ્રુનાદ કામલે પણ હાજર રહ્યા હતા. ગ્રંથનો પંથ શ્રેણીમાં આજે ઉપસ્થિત સાહિત્ય રસિક શ્રોતાઓએ ધ્રુનાદ કામલે તથા કાજલ ઓઝા વૈદ્યે કમઠાણ પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેમણે વાતચીતમાં જણાવ્યું કે હવે ગુજરાતી ભાષાની સારી ફિલ્મો આવી રહી છે. જે સમાજને કંઈક નવું આપે છે. તેની સાથે સરકાર પણ પ્રોત્સાહન આપે છે. અને ગુજરાતી ફિલ્મો સમાજ ઉપયોગી બને છે. નવલકથા આધારિત ગુજરાતી કમઠાણ ફિલ્મ આજે રાજહંસ સિનેમા માં રજુ કરાઈ હતી. જ્યાં લાઇબ્રેરીમાં આવતા અને સભ્ય બનેલા સાહિત્ય પ્રેમી જનતાએ ફિલ્મ નિહાળી હતી. સવારે લાઇબ્રેરી તેમજ ફિલ્મ શોમાં ખેડા જિલ્લાના જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.