ઝાલોદ તાલુકામાં એડિશનલ ચીફ ભવનન નિર્માણની યોજના.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકામાં એડિશનલ ચીફ ભવનન નિર્માણની યોજના
ઝાલોદ તાલુકામાં રૂ. ૬.૪૮ કરોડના ખર્ચે ૧૦,૦૦૦ ચો.મીટરમાં એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે:કાયદા મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યના છેવાડાના નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રૂ. ૬.૪૮ કરોડના ખર્ચે ૧૦,૦૦૦ ચો.મીટર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે તેમ, ધારાસભ્ય મહેશ ભુરીયાના પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
કાયદા મંત્રી પટેલે ધારાસભ્ય પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, ઝાલોદમાં હાલ પણ કોર્ટ પોતાના ભવનમાં કાર્યરત છે આગામી ૨૦-૨૫ વર્ષની જરૂરિયાતોને ધ્યાને લઈને કોર્ટનું વિશાળ આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવામાં આવશે. જેમાં ચાર કોર્ટ રૂમ, લાઇબ્રેરી, જજ ઓફિસ સહિત અરજદાર- વકીલોને ધ્યાને રાખીને સુવિધાયુક્ત કોર્ટનું નિર્માણ કરવામાં આવશે તેમ,તેમણે ઉમેર્યું હતું.
