બાઇક પર આવેલા બે લોકોએ વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થઇ ગયા.
નરેશ ગનવાણી નડિયાદ
બાઇક પર આવેલા બે લોકોએ વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થઇ ગયા.
નડિયાદમાં વૈશાલી સિનેમા રોડ પર પસાર થતી વૃદ્ધાના ગળામાંથી બાઈક પર આવેલા બે લોકોએ ચેઈનસ્નેચીગ કરી ફરાર થયા છે.ધોળા દિવસે બનેલી ચેઈનસ્નેચીગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ છે. નડિયાદ પશ્ચિમમાં મગનભાઈ પાર્કમા રહેતા અને એકલવાયું જીવન ગુજારતા મીનાક્ષીબેન વેન્કટાદ્રી ઐયર ગઇ કાલે સાંજના સમયે ઘરેથી દવા લેવા ચાલતા નિકળ્યા હતા વૈશાલી સિનેમા રોડ પર સાવલીયા નજીક પહોંચતા એક બાઈક પર આવેલા બે લોકોએ મીનાક્ષીબેનના ગળામાંથી ચેઈનસ્નેચીગ કરી ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે ઘટના બનતા નગરજનોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. મીનાક્ષીબેન ઐયરે જણાવ્યું કે તેઓ પોતે વિધવા છે અને તેમના પતિની આ આખરી નીશાની ચેઈન હતી. જેના આધારે પતિની યાદમાં ઢળતી જીવનના દિવસો ગાળી રહ્યા હતા. જે સ્નેચરોએ તફડવી દીધી છે. અંદાજીત અઢી-ત્રણ તોલાની ચેઈન હોવાનું તેમણે જણાવ્યું છે. આ મામલે નડિઆદ પશ્ચિમ પોલીસમાં અરજી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ સંદર્ભે પશ્ચિમ પોલીસના પીઆઇ વાય.આર.ચૌહાણે જણાવ્યું કે, ગતરોજની સાંજની આ ઘટના છે અને ગતરોજ મહિલાએ અરજી આપી છે અને હાલ પોલીસ વિવિધ ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે. અત્યારે મહિલાને જવાબ લેવા બોલાવ્યા છે. જોકે સીસીટીવી આવતા અમે આ આધારે તપાસ હાથ ધરી છે.