શાળાની શિક્ષિકાની છેડતીના કેસમાં શિક્ષકને છ માસની સજા.
નરેશ ગનવાણી નડીયાદ
શાળાની શિક્ષિકાની છેડતીના કેસમાં શિક્ષકને છ માસની સજા
નડિયાદ નગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ૨૦૧૨માં સી.આર.સી તરીકે ફરજ બજાવતા શિક્ષકે શાળાની શિક્ષિકાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે નડિયાદ કોર્ટે શિક્ષકને કસૂરવા ઠેરવી છ માસની સજા કરી છે.
નડિયાદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૨માં ફરજ બજાવતી એક શિક્ષિકા પાસે સી આર સી તરીકે ફરજ બજાવતા શિક્ષક મુકેશ પૂનમચંદ બંધારા (રહે. ગીતામંદિર નજીક અમદાવાદ) વર્ષ ૨૦૧૨માં શિક્ષિકા શાળામાં હતો તે વખતે મુકેશે શિક્ષિકાની સાડીનો પાલવ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે શિક્ષિકાએ તેના પતિ તેમજ શિક્ષણ ખાતાના ઉચ્ચ અધિકારીઓને મૌખિક રજૂઆત કરી હતી. બાદમાં આ બાબતે મુકેશ પુનમચંદ્ર બંધારા વિરુદ્ધ નડિયાદ ટાઊનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધાયો હતો. આ કેસ નડિયાદ કોર્ટના બીજા એડીશ્નલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ વાય આઈ ધાસુરાએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષીઓના આધારે કોર્ટે આરોપી મુકેશને કસૂરવા ઠેરવી છ માસની સાદી કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.

