નડિયાદમા મહિલાઓને કાયદાકીય રીતે જાગૃત અને શિક્ષિત કરવાનાં હેતુસર કાર્યક્ર યોજાયો.

નરેશ ગનવાણી નડીયાદ

નડિયાદમા મહિલાઓને કાયદાકીય રીતે જાગૃત અને શિક્ષિત કરવાનાં હેતુસર કાર્યક્ર યોજાયો

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના સંયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ એસએચઇ ટીમ તથા સખી વન સ્ટોપ સેન્ટરનાં સંકલનથી એમ.સી.પટેલ આઈ.ટી.આઈ. ઉત્તરસંડા ખાતે અભ્યાસ કરતી વિધાર્થીનીઓ તથા નોકરી કરતી મહિલાઓ માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ, ફરીયાદ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ તથા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર ઉષા એચ. કાતરીયા દ્વારા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ એસએચઇ ટીમ તથા સખી વન સ્ટોપ સેન્ટર સહિત સરકારનાં પોલીસ વિભાગ દ્વારા કાર્યરત મહિલાઓની સુરક્ષા અને સલામતી માટેની કામગીરી અને વિવિધ હેલ્પલાઈન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી., ત્યારબાદ દહેજ પ્રતિબંધક સહ સુરક્ષા અધિકારી હીનાબેન ચૌધરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી” (અટકાવ, પ્રતિબંધ, ફરીયાદ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ તથા રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાઓને લગતી કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી. કાર્યક્રમના અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ શ્રી. ડી બી. જોષી દ્વારા મહિલાઓને લગતા કાયદાઓ તથા  મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિધાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખેડા-નડીઆદ તથા  એમ.સી.પટેલ આઈ.ટી.આઈ. ઉત્તરસંડાનાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ,  જેમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ SHE ટીમ તથા સખી વન સ્ટોપ સેન્ટરનાં મહિલા કર્મચારીઓ, પ્રાધ્યાપકગણ અને આમંત્રિતો સહિત  કુલ-૧૬૦ વ્યક્તિઓએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: