કેસની તપાસ ઢીલી કરવા ૨૫ હજારની લાચ લેતાં પોલીસ કર્મી ઝડપાયો.
નરેશ ગનવાણી નડીયાદ

કેસની તપાસ ઢીલી કરવા ૨૫ હજારની લાચ લેતાં પોલીસ કર્મી ઝડપાયો
નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પુત્ર અને પત્ની વિરુદ્ધ તપાસમાં રાહત આપવા માટે એએસઆઈ દ્વારા રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જોકે મામલો ૨૫ હજાર માં થાળે પડ્યા બાદ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. હાલમાં આ મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદીના પુત્ર અને પત્ની વિરુદ્ધ દાખલ થયેલ ગુનાની તપાસ આઈ.યુ.સી.એ.ડબલ્યુ યુનિટના એ.એસ.આઇ.ને આપવામાં આવી હતી. ફરિયાદીની પત્નીના જામીન નામંજુર થતાં હાઇકોર્ટમાં આગોતરા જામીન લેવા જવાના બદલામાં હેરાન પરેશાન નહીં કરવા તથા ઘરે તપાસ કરવા માટે પોલીસ તરીકે ન આવવા અને ફરિયાદીની પત્નીના રિમાન્ડ ન લેવા તેમજ પુત્રનો વહેલું ચાર્જશીટ કરી આપવા માટે રમેશ મકવાણાએ રૂ. ૧ લાખની લાંચ માંગી હતી. જોકે રકઝકના અંતે મામલો ૨૫ હજાર માં નક્કી થયું હતું. આજે લાંચની રકમ રૂપિયા ૨૫ હજાર આપવા કચેરીએ ગયા હતા. જ્યાં એસીબી દ્વારા અગાઉથી છટકું ગોઠવવામાં આવ્યું હતું રૂપિયા ૨૫ હજાર ની લાંચ લેતા રમેશ અંબાલાલ મકવાણા આબાદને એસીબીએ ઝડપી પાડયા હતાં. આઈ.યુ.સી.એ. ડબલ્યુ યુનિટમાં વર્ગ ત્રણના કર્મચારી તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ રમેશ અંબાલાલ મકવાણાને હાલમાં એ.સી.બી.ની ટીમ દ્વારા ડિટેઇન કરીને તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
