નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવા આવ્યુ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવા આવ્યુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરતા ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ સાથે દેખાવો કરાયા, રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયુંવિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે દેશ ભરમાં વિરોધના થઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવા આવ્યુ. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો સાથે મોદીના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી હતી. આ મામલે ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા આજે શુક્રવારે વિરોધ સાથે દેખાવો કરાયા છે. નડિયાદ શહેરના નગરપાલિકાના ગેટથી રેલી કાઢી સરદારની પ્રતિમા પાસે સૌ કાર્યકરો ભેગા થઇ કાર્યકરોએ રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અને રાહુલ ગાંધીના પૂતળા દહન કર્યું હતું.

