ધાનપુર ખાતે રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ધાનપુર ખાતે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય વ્યક્તિને આવાસ, અન્ન અને રોજગારી માટેના દ્વાર ખોલી આપ્યા : મંત્રી બચુભાઈ ખાબડ.
દાહોદ જિલ્લામાં કુલ ૧૩,૧૩૮આવાસોનું ઈ- લોકાર્પણ કરાયું.
દાહોદ: રાજ્યસરકારશ્રીના નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સહિત તાલુકા ખાતે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે આજે ગુજરાત રાજ્યના વિકાસનો જે રાજમાર્ગ કંડાર્યો છે તેના ઉપર વિશ્વાસ રાખીને ગુજરાતની જનતાએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે જનહિતના કાર્યો માટે જે વચન આપ્યા છે જે કહ્યું છે એનાથી અધિક કરી બતાવ્યું છે ગુજરાતનું માન દેશ અને દુનિયામાં વધારીને ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રતિભધ્ધતા છે.દરેક માણસ માટે સમાજમાં રહેવું અને માન મોભા સાથે રહેવું આર્થિક રીતે સદ્ધર હોવું અને સુખેથી જીવવું તે એક સ્વપ્ન હોય છે. અને તે સ્વપ્ન પૂરું કરવા માટે ગુજરાતની જનતાને પ્રતીતિ થઈ રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની પડખે મક્કમતાપૂર્વક ખભે ખભા મિલાવીને ઊભા છે.ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને વિનામૂલ્યે કે રાહત દરે મળતી તમામ યોજના ને લાભ આજે જનતાને મળી રહ્યો છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસની યોજનાઓ થકી દાહોદ જિલ્લામાં નાગરિકોના પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. તે માટે હું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માનું છું.આજે દરેક વર્ગના લોકો પોતાની આર્થિક ઉન્નતિની સાથે તેમની અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં રાજ્ય સરકાર મદદરૂપ બની રહી છે.જે માટે દાહોદ જિલ્લાની જનતાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.આજે આ કાર્યક્રમ થકી દાહોદ જિલ્લાના નાગરિકોને પોતાના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે અને તેના થકી વિકાસના નવા આયામોમાં ઉમેરો થશે.વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરીને આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવવાનું સફળ કાર્ય અને જરૂરિયાત મુજબના વિકાસ કામો પૂર્ણ કરવા અમારી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે. આજે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પોહચાડી આપણે ગુજરાતનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. રાજ્યનો કોઈપણ સમાજ વર્ગ વિકાસથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકીને શ્રેષ્ઠ આયોજનો કર્યા છે.આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડ અને મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાયના લાભ-ચાવી અર્પણ કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ગરબાડા,ફતેપુરા, ગુરૂગોવિંદધામકંબોઈ, લીમખેડા, દાહોદ ખાતે પણ મોટી જનમેદની સાથે કાર્યક્રમ યોજાયો અને વડાપ્રધાન એ વર્ચ્યુઅલ સાંભળ્યા,તેમજ દરેક તાલુકાઓમાં પણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને આવાસ યોજનાની ચાવીની પ્રતિકૃતિ આપવામાં આવી. આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓ આવાસ યોજનાના સુખદ્ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે શાબ્દિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રી જીવંત પ્રસારણ, લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, કારોબારી સમિતિના ચેરમેન અભેસિંગભાઈ મોહનિયા,તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ,મામલતદાર સમીર પટેલ,મામલતદાર રાકેશ મોદી સહિત જિલ્લાના પદાધિકારી અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં તાલુકાની ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.