સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં ક્લીન ઈન્ડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં ક્લીન ઈન્ડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.
વિકસિત ભારત અંતર્ગત સી.બી.પટેલ આર્ટસ કોલેજના એન એસ એસ યુનિટ ના ઉપક્રમે સ્વચ્છતા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયેલ આ કાર્યક્રમમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઈ વિછીયા, ડો.કલ્પનાબેન ત્રિવેદી યુનિટના સ્વયંસેવકો સાથે રહીને કોલેજ કેમ્પસ તથા આજુબાજુના વિસ્તારની સફાઈ કરી કચરો એકઠો કરી, તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો. આ તકે સફાઈ કાર્યમાં જોડાયેલા સૌકોઈએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંકલ્પને અમે સાકાર કરીશું.’ એવી શપથ પણ લીધી હતી. સફાઈકાર્યમાં એનએસએસ સ્વયંસેવકો સાથે વિજયસિંહ પરમાર તથા અધ્યાપકો પણ જોડાયા હતા.