અમદાવાદના કોરોના યોદ્ધાના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

અમદાવાદના કોરોના યોદ્ધાના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ
અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી ભરતભાઇ સોમાભાઇને લોકડાઉનની ફરજ દરમિયાન ઘાતક કોરોના વાયરસ લાગુ પડ્યો હતો અને તેમના માટે આ વાયરસ જીવલેણ નીવડ્યો હતો. કોરોના વાયરસ સામે લડતા અવસાન પામેલા સ્વર્ગસ્થ ભરતભાઇના પરિવાર સાથે સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર પડખે ઉભું રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ એમા જોડાયું હતું.
આજે સવારમાં જિલ્લા પોલીસ વડાની કચેરીના પટાંગણમાં તમામ પોલીસકર્મીઓ સામાજિક અંતરના નિયમોના પાલન સાથે એકત્ર થવા હતા અને બે મિનિટનું મૌન પાળીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભાનું નેતૃત્વ એસપી શ્રી હિતેશ જોયસરે કર્યું હતું. તેમણે સ્વર્ગસ્થના બલિદાનને બિરદાવી શોક વ્યક્ત કર્યો હતો.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: