માઉન્ટ આબુ થી દીવ સીઆરપીએફ સાયકલ રેલીનુ નડિયાદમાં સ્વાગત કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
માઉન્ટ આબુ થી દીવ સીઆરપીએફ સાયકલ રેલીનુ નડિયાદમાં સ્વાગત કરવામાં આવ્યું
સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવે છે. ત્યારે રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા તથા આમ પ્રજાને રાષ્ટ્રીય એકતા નું આહવાન તથા મહત્વ સમજાવવા સાહસિક કાર્યક્રમનું આયોજન કરે છે. તે અંતર્ગત રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્થિત સીઆરપીએફ ના ૫૦ માં સ્થાપના દિન નિમિત્તે માઉન્ટ આબુ થી દીવ સુધીનું ૮૨૧ કિલોમીટર ની સાયકલ રેલી સ્વરૂપે ૬ ફેબ્રુઆરી એ આબુ થી પ્રસ્થાન કરી ૧૧ દિવસ પછી દીવ પહોંચશે. જેમાં ખેડા જિલ્લાના સરદાર પટેલ ના જન્મ સ્થળ નડિયાદ ખાતે ૧૦ સાયકલ વીર જવાનો તથા સી આર પી એફ ના અધિકારીઓ સહિત આવી પહોંચતા. નડિયાદની બાસુદીવાળા પબ્લિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જવાનો સરદાર પટેલના જન્મસ્થળ ની મુલાકાત લઇ સરદાર સાહેબની તસવીરને સુતરની આટી તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તે ઉપરાંત ગાંધીજીની પ્રતિમાને પણ ફુલહાર કર્યા હતા. આ કાર્યક્રમ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ અને સી આર પી એફ ના ડી આઇ જી સુધાંશુ સિંઘ પણ હાજર રહ્યા હતા.