સુખસર ખાતે યોજાયેલા આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ચાલુ કાર્યક્રમે નાગરિકો પલાયન
ખુરશીઓ ખાલી જોવાતા ભાજપા ના હોદ્દેદારોના હવાતીયા
રિપોર્ટર યાસીન ભાભોર ફતેપુરા
ગત તારીખ 10 ફેબ્રુઆરી 2024 અને શનિવારના રોજ બપોરે 12 કલાકે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે કૃષિ શાળામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ફતેપુરા વિધાનસભાનો આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલીયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ફતેપુરા વિધાનસભાનો આ કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના અને સંજેલી તાલુકાના ભાજપા ના હોદ્દેદારોએ કાર્યક્રમ જાહેર થયો ત્યારથી લઈને તડામાર તૈયારીઓ આદરી હતી અને આ કાર્યક્રમમાં જનમદની એકઠી કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા જેના પગલે તારીખ 10 ફેબ્રુઆરી 2024 અને શનિવારના રોજ ફતેપુરા અને સંજેલી તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સુખસર ખાતે ઉમટી પડ્યા હતા અને આ કાર્યક્રમના સહભાગી બન્યા હતા
પરંતુ કાર્યક્રમ શરૂ થયો અને થોડીક વારમાં જ ચાલુ કાર્યક્રમ માં ફતેપુરા અને સંજેલી તાલુકાના આ કાર્યક્રમમાં પધારેલા કર્મચારીઓ અને આગલી હરોળમાં બેસાડેલા કર્મચારીઓ તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના નાગરિકો પલાયન થવા માંડ્યા હતા.
ત્યારે આ તબક્કે ધારાસભ્ય રમેશ કટારા એ કાર્યક્રમ છોડીને પલાયન થયેલા કર્મચારીઓ સામે પગલા લેવા સ્ટેજ ઉપર થી જ સૂચના આપી હતી.
ચાલુ કાર્યક્રમમાં જ ધીરે ધીરે પબ્લિક પલાયન થતા કાર્યક્રમના અંતે માત્ર લાભાર્થીઓ અને કર્મચારીઓ તેમજ થોડા ઘણા નાગરિકો અને ભાજપાના કાર્યકરોજ ઉપસ્થિત રહી જવા પામ્યા હતા.
ત્યારે આ તબક્કે ફતેપુરા અને સંજેલી તાલુકાના ભાજપાના હોદ્દેદારો વડાપ્રધાન ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જન મેદની એકઠી તો કરી શક્યા પરંતુ આ જનમેદનીને કાર્યક્રમના અંત સુધી રાખવામાં અસમર્થ રહ્યા હતા