સંજેલી તાલુકાના હીરોલામાં પૌત્રીના ઘરે જતા વૃદ્ધનું ટ્રેક્ટરની ટક્કરે મોત.
કપિલ સાધુ સંજેલી

સંજેલી તાલુકાના હીરોલામાં પૌત્રીના ઘરે જતા વૃદ્ધનું ટ્રેક્ટરની ટક્કરે મોત
સંજેલી તાલુકાના હીરોલા ગામે પૌત્રીના ઘરે જઈ રહેલા સાગડાપાડાના 70 વર્ષિય વૃદ્ધને ટ્રેક્ટરે અડફેટમાં લઇ પાડી દેતાં તેમના ઉપર ટ્રેક્ટરના ટાયરો ફરી વળતાં મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ટ્રેક્ટર મુકી નાસી ગયેલા અજાણ્યા ચાલક સામે સંજેલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના 70 વર્ષિય વૃદ્ધ વીરાભાઈ તાવિયાડ ગતરોજ હીરોલા ગામે તેમની પૌત્રીના ઘરે જતા હતા. તે દરમિયાન પૌત્રીના ઘર પાસે એક જીજે-04-ડીએન-4894 નંબરના ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટર પરથી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી રોંગ સાઇડમાં હંકારી લાવી વીરાભાઈ તાવિયાડને અડફેટમાં લઇ ટક્કર મારી પાડી દીધા હતા. જેમાં વિરાભાઈને શરીર ઉપર કમ્મરના ભાગે તેમજ હાથ ઉપર ટાયર ચઢી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. આ અકસ્માત સંદર્ભે મૃતકના પુત્ર સુરતનભાઈ વીરાભાઈ તાવિયાડે અકસ્માત કરી નાસી ગયેલા અજાણ્યા ચાલક સામે સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .( કપિલ સાધુ સંજેલી) (મો8000250084 )
