ધાનપુરના સજોઈ ગામે ખેતરમાં ઘાસ કાપતી સમયે કિશોરના હાથમાં સર્પે દંશ મારતા સારવાર દરમિયાન મોત.
વનરાજ ભુરીયા.
ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજાઈ ગામે કળમ ફળિયામાં સાંજના સુમારે પોતાના ખેતરમાં ચણાના પાકમાં ઘાસ કાપવા ગયેલ કિશોરને હાથની આંગળીએ કાળોતરો કરડી જતાં તેનું દવા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. સજાઈ ગામના કળમ ફળિયામાં રહેતા શંકરભાઈ કાળુભાઈ મોહનીયાનો દીકરો સંજયભાઈ શંકરભાઈ મોહનીયા સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ચણાના પાકવાળા ખેતરમાં ઘાસ કાપવા ગયો હતો અને ઘાસ કાપી રહ્યો હતો તે દરમ્યાન તેના ડાબા હાથની આંગળીએ કાળોતરો કરડી જતાં ધીરે ધીરે તેની હાલત ગંભીર બનવા લાગતાં તેને સારવાર માટે ધાનપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે સજોઈ ગામના મરણ જનાર સંજયભાઈ મોહનીયાના પિતા શંકરભાઈ કાળુભાઈ મોહનીયાએ ધાનપુર પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલીસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.