રેલવે ટ્રેકના પોલ પર કોપર વાયરની ચોરી કરતો શખ્સ રંગે હાથે ઝડપાયો.
નરેશ ગનવાણી નડીયાદ.
રેલવે ટ્રેકના પોલ પર કોપર વાયરની ચોરી કરતો શખ્સ રંગે હાથે ઝડપાયો
માતર પાસેના લવાલ ગામની સીમમાંથી રેલવે ટ્રેકના પોલ પર કોપર વાયરની ચોરી કરતો એક શખ્સ રંગે હાથે પકડાયો છે. સિક્યુરિટી ગાર્ડ જોઈ જતાં પોલ પરથી છલાંગ મારતા શખ્સને ઈજા પહોંચી છે. જ્યારે તેની સાથે આવેલા અન્ય બે લોકો બનાવ સ્થળેથી ભાગી ગયા છે. આ બનાવ મામલે માતર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. મુળ રાજસ્થાનના અને નડિયાદમાં રહેતા અખેરાજસીહ જયસીહ ગઢવી પોતે રેલ્વે પ્રોજેકટમા ફીલ્ડ ઓફીસર તરીકે નોકરી કરે છે. હાલમાં રેલ્વે પ્રોજેકટમા સાણંદ સાઉથ યાર્ડથી ચાંગા સેકશન પર કોપર વાયરીંગનું કામ ચાલે છે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રાત્રે સુપરવાઈઝર રઘુભાઈ ગૌતમભાઈ દેવીપુજક નો અખેરાજસીહ પર ફોન આવ્યો અને જણાવ્યું કે રાતના ત્રણેક વાગ્યે વસો તાલુકાના લવાલ ગામની સીમમાં રેલ્વે ટ્રેકના પોલ ઉપર લગાડેલ કોપર વાયર કાપતા કોઈ અજાણ્યા વ્યકતી નીચે પડતા ત્યાંના ગાર્ડ જગદીશભાઈ તથા નિલેશભાઈઓ ત્યાં પહોંચ્યા છે. એક વ્યકતિ પોલ ઉપર કોપર વાયર કાપવા ચડેલ હતો તે પકડાઈ જવાની બીકે પોલ ઉપરથી કુદકો મારી દીધો છે .જેથી આ શખ્સને ઇજા પહોંચી હતી. ઘાયલ વ્યક્તિને તુરંત સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ કરતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. જે બાદ આ ઘાયલ શખ્સના નિવેદન લેતા તેણે પોતાનું નામ અક્ષયભાઈ સુરેશભાઈ ભોઇ (રહે.સોજીત્રા) હોવાનું જણાવ્યું હતું.તેઓની સાથે અન્ય બે લોકો હતા. ગાર્ડ આવી જતા પોતે પોલ પર હતા. કોપર વાયરની ચોરી કરતા તે દરમિયાન કુદીને ભગવા જતાં તેઓને ઈજા પહોંચી છે. જ્યારે તેમની સાથે આવેલા અન્ય બે લોકો ભાગી ગયા છે. આ બનાવ મામલે માતર પોલીસમાં ત્રણ તસ્કરો સામે ફરિયાદ દાખલ કરી છે.

