પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુક્સાન.
નરેશ ગનવાણી નડિયાદ
પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુક્સાન
કપડવંજના વેણીપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે ખેતી પાકનો ભારે નુકસાન થયું છે. કપડવંજ તાલુકાના આંબલીયારા ગ્રામ પંચાયતના પેટા પરા વેણીપુરા સીમ વિસ્તારમાંથી કપડવંજ નગરપાલિકાને પાણી પૂરું પાડતી પાઇપલાઇન પસાર થાય છે. કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે નર્મદા નહેરમાંથી વેણીપુરા પંમ્પિંગ સ્ટેશન મારફતે શહેરમાં પાણી લાવવામાં આવે છે. જે પાણીની પાઇપ લાઇન વેણીપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાને કારણે નજીકમાં આવેલા ખેતરોમાં ફેલાઈ જતાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા હાલના તબક્કે ખેતરોમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પાણી ફરી વળતાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેને લઈને સ્થાનિક ખેડૂત દ્વારા લીકેજ બંધ કરવામાં નહીં આવે તો ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, સાથે સાથે ખેતરમાં તૈયાર થયેલ ઉભા પાકને નુકસાન બદલ પણ વળતર ચૂકવવા માટે માંગ કરી છે.