સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓએ માતૃ-પિતૃવંદના’ની ઉજવણી કરી.
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વસંત પંચમી નિમિત્તે વિદ્યાર્થીઓએ માતૃ-પિતૃવંદના’ની ઉજવણી કરી છે.
નડિયાદ સી.બી.પટેલ આટર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્ય અને પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ ‘માતૃ-પિતૃવંદના’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓએ પોતાના માતા-પિતાને કોલેજ કેમ્પસમાં આવેલ મા સરસ્વતીના સાનિધ્યમાં માવતરને કંકુ તીલક કરી ચરણ સ્પર્શ કરી ‘માતૃ-પિતૃવંદના’ની ઉજવણી કરી છે.
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદ માં તારીખ ૧૪ ફેબ્રુઆરી ના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આચાર્યના વિશિષ્ટ કાર્યક્રમ યોજવાના મનોભાવથી તથા ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમી નિમિતે અભૂતપૂર્વ એવો માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજાયો. જેમાં આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સરસ્વતી ના શ્લોક સાથે સરસ્વતી પૂજનની સાથે વિદ્યાર્થીઓના માતા પિતાને બોલાવીને વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતૃ પિતૃ પૂજન ની વિધિ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ અને ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં આચાર્ય દ્વારા માતૃ પિતૃ પૂજન વિધિ અને માતૃ પિતૃ સન્માન રૂપી કાર્યક્રમ દ્વારા સમગ્ર માહોલ ધર્મ મય અને ભાવવિભોર બની ગયો હતો. વિદ્યાર્થીઓના માતા પિતા પણ આવા કાર્યક્રમથી ગદગદિત થઈ ગયા હતા..આ સાથે કોલેજ પરિસરમાં સ્થાપિત સરસ્વતી માતાની પૂજા અર્ચના અને મહાપ્રસાદ બાદ સી ડબલ્યુ ડીસી ના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ અને ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સી.ડબલ્યુ. ડી.સી. વિભાગ દ્વારા આરતી ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાર દીપિકા રાવજીભાઈ પ્રથમ નંબરે, ઠક્કર વિધિ અને પ્રજાપતિ હેમાંગીની બીજા નંબરે, ઝાલા ભૂમિકા અને પ્રજાપતિ પ્રેરણા તૃતીય નંબરે વિજેતા બન્યા હતા. આમ સી.બી પટેલ આર્ટસ કોલેજના પરિસરમાં સરસ્વતી પૂજનના સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગના કન્વીનર ડો .પ્રકાશભાઈ વિછીયા ડો .કલ્પનાબેન ત્રિવેદી અને પ્રા . રાવજીભાઈ સક્સેના સરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.