વધુ એક મહિલા કોરોના પોઝીટીવ : દાહોદમાં એક્ટીવ કેશ ૯ : કુલ આંકડો ૨૭ને પાર
અનવરખાન પઠાણ
દાહોદ તા.૨૦
દાહોદમાં આજે વધુ એક કોરોના પોઝીટીવ મહિલા દર્દીનો સમાવેશ થતાં હવે કોરોના પોઝીટીવ આંકડો ૨૭ પર પહોંચી ગયો છે જેમાંથી હાલ હવે ૯ કેસો એક્ટીવ છે. આજની પોઝીટીવ મહિલા દર્દી બે દિવસ અગાઉ આવેલી દાહોદની જુની કોર્ટ Âસ્થતની ત્રણ મહિલાના સંપર્કમાં આવેલ આ વધુ એક મહિલા દર્દી છે. અગાઉ આ મહિલા દર્દી સહિત કેટલાક વ્યÂક્તઓ અમદાવાદથી આવ્યા હતા અને આ મહિલા દ્વારા જે તે સમયે કોરોનાનો ટેસ્ટ કરાવવા આનાકાની પણ કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા સખ્તતાઈ દાખવતા આજે તેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જાહેનામાના ઉલ્લંઘન બદલ આ મહિલા સહિત તેના કેટલાક વ્યÂક્તઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનુ પણ જાણમાં આવ્યું છે.
બે દિવસ અગાઉ જે ત્રણ મહિલાઓ દાહોદ શહેરમાં પોઝીટીવ આવી હતી. આ મહિલાઓ પૈકી વધુ એક મહિલાનો પણ આજે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામોના દ્રશ્યો સર્જાયા છે. આજે કુલ ૨૩૪ સેમ્પલોના પરિણામ જાહેર થયા હતા જેમાં આ એક મહિલા કંકુબેન દેવડાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાકીના રિપોર્ટાે નેગેટીવ આવ્યા છે. આ જુની કોર્ટ વિસ્તારમાં રહેતી આ ચારેય મહિલાઓ મહિલાઓ અમદાવાદથી પરત આવી હતી. દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનો આંક ૨૭ પર પહોંચી જવા પામ્યો છે. જેમાંથી આજે વધુ બે દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી. આ સાથે કોરોના પોઝીટીવનો આંકડો જાવા જઈએ તો ૯ પર રહેવા પામ્યો છે. દાહોદમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક કોરોના દર્દીઓનો સમાવેશ થતાં દાહોદ શહેરવાસીઓમાં ચિંતાનો માહૌલ પણ જાવા મળી રહ્યો છે.
#Sindhuuday Dahod