દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ના પડતર પ્રશ્નો ને લઈ ધરણા કરવાનો નિર્ણય.
પ્રવીણ કલાલ ફતેપુરા
દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ના પડતર પ્રશ્નો ને લઈ ધરણા કરવાનો નિર્ણય
ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ની સૂચનો અનુસાર દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ના મહામંત્રી શ્રી અલ્કેશ આર પ્રજાપતિ અને અન્ય જિલ્લાના હોદ્દેદાર રો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે જેમાં મુખ્ય જૂની પેન્શન યોજના અને કરાર આધારિત ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવા અને સરકારશ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલા પ્રશ્નો ના ઠરાવ માટે સમગ્ર દાહોદ જિલ્લા ની શાળામાં કર્મચારીઓને કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું .જેમાં દાહોદ જિલ્લામાં બહુ મોટી સંખ્યામાં દરેક શાળાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને આજરોજ ફરજ પર હાજર રહ્યા. જો આ માંગણીઓના સંતોષાય તો અગાઉના આંદોલનાત્મક કાર્યક્રમ જેવા કે 15 /2/ 2024 એ વડી કચેરીને આવેદન આપવામાં આવશે16 /2 /2024 ના રોજ તમામ કર્મચારી કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશેઅને 23 2 2024 ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે એવી જાણકારીઓ મળી રહી હતી