વજેલાવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘માતૃ-પિતૃ પૂજન દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ગત રોજ તા 14/02/2024 ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની વજેલાવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘માતૃ-પિતૃ પૂજન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પટાંગણમાં બાળકોના માતા પિતા ને આમંત્રિત કરી ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા વિધિવત મંત્રોચાર કરી પોતાના માતા પિતાની પૂજા કરવામાં આવી હતી.આ દ્રશ્ય જોઈ બાળકોના માતા-પિતા સહીત સૌ કોઈ ભાવવિભોર થઇ ગયા હતા.સાથે સાથે ‘વસંત પંચમી’ નિમિત્તે શાળાના બાળકો,શિક્ષકગણ અને આચાર્યશ્રી દ્વારા ‘સરસ્વતી વંદના’ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ધવલભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણથી બચી માતા પિતાની સેવાનું મહત્વ અને આપણા ઉછેર માટે માતાપિતાએ કેટલું સહન કર્યું છે તે સમજાવ્યું હતું.વધુમાં પુલવામા એટેકના શહીદોને શ્રદ્ધાંજલિ પણ અપર્ણ કરવામાં આવી હતી.

