મોટા ભાઇનું કાસળ કાઢી નાખવા નાનાભાઇએ  ૬૦ હજારમા સોપારી આપી

મોટા ભાઇનું કાસળ કાઢી નાખવા નાનાભાઇએ  ૬૦ હજારમા સોપારી આપી

અગાઉ નડિયાદના અલિન્દ્રામાં એક ભુવાને અજાણ્યા ઈસમે લાકડાના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો.પોલીસ તપાસમાં ભૂવા પર હુમલો કરવાના પ્રકરણમાં તેનો સગો નાનોભાઈ, નાનાભાઈનો સસરો, સસરાનો મિત્ર તથાઅમદાવાદનો એક ભુવો સામે આવ્યાનું ખુલવા પામ્યું છે. સમગ્ર પ્રકરણમાં તપાસ કરનાર ચકલાસી સી. પીએસઆઈ પી.જે.પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે નડિયાદના અલિન્દ્રામાં તા.૭-૨-૨૪ના રોજ ભૂવાપણું કરતા ભાવેશ મુનેશભાઈ ચૌહાણ પર અમદાવાદથી આવેલ ઈસમેલાકડાના ફટકાથી જીવલેણ હુમલોકર્યો હતો. આ બનાવમાં સ્થળના સીસીટીવી ચેક કરવામાં કરતાં  જેમાં ભાવેશભાઈના બાઈક પાછળ બેઠેલ ઈસમ ફુટેજમાં દેખાતા ટીમે ઝીણવટપૂર્વક ગુનાની તપાસ હાથ ધરી હતી. જેમાંટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સમાં મદદથી ગુનાનો ભેદ ખૂલ્યો  હતો. જેમાં ભાવેશનો સગો નાનોભાઈ ગિરીશ મુનેશભાઈ ચૌહાણ, ગિરીશના સસરા રંગા ચંદુભાઈ ઝાલા (રહે.અલિણા, મહુધા), સુરેશ પુનમભાઈઝાલા (રહે.અલીણા) અને પૃથ્વીરાજમોહનભાઈ સોલંકી (મુળ રહે.સાસ્તાપુર, મહુધા હાલ રહે. અમદાવાદ વટવા)એ ભેગા મળી દોઢ મહિના અગાઉથી પ્લાન બનાવ્યો હતો. ગિરીશ અને તેના ભાઈ ભાવેશ વચ્ચેઅવારનવાર થતાં ઝઘડાના કારણે ગિરીશે તેના મોટાભાઈનું કાસળ કાઢી નાંખવા માટે સસરા તથા સસરાના મિત્ર સુરેશસાથે મળી પ્લાન ઘડ્યો હતો. અને સુરેશના ઓળખીતા પૃથ્વીરાજને ૬૦ હજારમાં ભાવેશને મારી નાંખવા માટેસોપારી આપી હતી. જેથી પૃથ્વીરાજે પ્લાન મુજબ ભાવેશના ઘરે આવી લાકડાના ફટકા માર્યા હતા ભાવેશ બેભાન થઈજતા મરી ગયો હશે માની પૃથ્વીરાજ ત્યાંથી જતો રહ્યો હતો. પણ ભાવેશ જીવિત હતો. પોલીસે ચારેયની અટક કરી કોર્ટમાંરજૂ કરતાં કોર્ટે બિલોદરા જેલ ભેગાકરવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: