ડાય મશીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.
.
નરેશ ગનવાણી નડિયાદ
ડાય મશીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો
કપડવંજના આતરસુંબા પોલીસે બાતમીના આધારે ડાય મશીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે રૂપિયા ૮૧.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચાલકની ધરપકડ કરી છે.
આતરસુંબા પોલીસ પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે કપડવંજ તરફથી એક આઈશર ટ્રકમા ડાઇ મશીનરીની આડમા ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઈને નડિયાદ તરફ જાય છે. જે પોલીસે કપડવંજ કઠલાલ રોડ ઉપર ઉદાપુરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. અને આઇશર આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા ગાડીની પાછળના ભાગે કાળા કલરની તાડ પતરી ઢાકેલ હતી. તેમા એક ડાઇ મશીન તથા તેનુ કવર તથા એલ્યુમીનિયમના સેક્શન નંગ-૪૨ તથા પ્લાસ્ટીકનો સામાન ભરેલા બોક્ષ નંગ-૧૩તથા પ્લાઈવુડના બોક્ષ નંગ-૭ ગોઠવેલા હતા. પોલીસે ડ્રાઇવર પાસે આઇશર ગાડીમાં ભરેલ માલસામાનનુ બીલ માંગતા તેની પાસે બિલ ન હોવાથી પોલીસે પ્લાઈવુડના બોક્ષને ખોલીને જોતા અલગ અલગ કલરના બોક્ષ ગોઠવેલા હતા. જેમાં અલગ અલગ માર્કાનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલો હતો. ચાલકની પૂછપરછ કરતા તેનું નામ જુબેરખાન હનીરૂખાન ભાગસિંહ રહે-ખેરલી હરીયાણાનો જણાવ્યું હતું આ આઇસરમાંથી પોલીસને કુલ્લે બાવીસ પેટીમા અલગ અલગ માર્કોની કુલ-૨૬૪ મોટી બોટલો જેની કુલ કિંમત રૂપિયા ૨ લાખ ૩૩ હજાર ૭૦૦ મળી આવ્યો હતો.પોલીસે દારૂ તથા આઇશર ગાડીમા ભરેલ સામાનની રૂપિયા ૭૧ લાખ ૩૮ હજાર તથા આઇશર ગાડી મળી કુલ રૂપિયા ૮૧ લાખ ૭૮ હજાર ૧૫૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

