પશુઓથી બચાવવા ખેતર ફરતે બાંધેલા વીજતારમાં કરંટ લાગતા બાળકનું મોત.

નરેશ ગનવાણી નડીયાદ

પશુઓથી બચાવવા ખેતર ફરતે બાંધેલા વીજતારમાં કરંટ લાગતા બાળકનું મોત

કઠલાલ તાલુકામા ખેતરમા રીંગણના પાકના રક્ષણ માટે  વ્યક્તિએ  તાર બાંધી હતી. નજીક આવેલા જીઈબીના થાંભલાનો કરંટનુ જોડાણ કર્યું હતું અને નજીક રમતા બાળક  તારને અડકી જતાં વીજ કરંટ લાગ્યો હતો. બનાવના ૨૫ દિવસ બાદ એમજીવીએલનો રીપોર્ટ આવતાં કઠલાલ પોલીસમાં મરણજનાર બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. કઠલાલ તાલુકાના ખલાલ ગામે ફુલાવત સીમ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ બાદરસિહ ઝાલાનો  દીકરો ૫ વર્ષિય નક્ષ છે. ગત ૨૦મી જાન્યુઆરીના રોજ નક્ષ  કાનજીભાઈના કુટુંબી છોકરાઓ સાથે  કાકીના ઘર નજીક રમતા હતા. અહીંયા નજીક નટવરસિંહ ઉદેસિંહ ઝાલાનાઓનુ ખેતર આવેલ છે. જે ખેતર મહેમદાવાદના બારમુવાડા ગામે રહેતા બુધાજી સબુરજી ઝાલાનાઓ વાવે છે. ખેતરમા  ૫ વર્ષિય નક્ષ તેના મિત્રો સાથે રમતો હતો. તે દરમ્યાન નક્ષ ખેતરના ફરતે બાધેલ તારને અડી જતા તેને શરીરે કરંટ લાગ્યો હતો. જે વાતની જાણ કાનજીભાઈને થતાં તેઓ અને તેમના ભાભી બંને બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં નક્ષ આ ખેતરમાં શેઢાની રોપેલ લાકડાની થાંભલીઓ ઉપર લોખંડના તાર ઉપર લટકેલ હાલતમાં હતો. જે જોઈ કાનજીભાઈ અને તેમના ભાભી બચાવવા જતાં બંનેને કરંટ લાગતા આ બંને ફંગોળાઈ ગયા હતા. બુમાબુમ કરતા નજીકમાંથી  કૌટુંબિક સગાઓ દોડી આવ્યા હતા. અને લાકડાની થાંભલીઓ ઉપર વીટાળેલ તાર  જી.ઇ.બી.ના થાંભલા સાથે બાધેલ હતા, જે  લોખંડનો તાર પકડ વડે કાપી નાખેલ હતી.  ત્યાર બાદ મારા નક્ષને તાર ઉપરથી નીચે ઉતારી દીધો  ગંભીર રીતે દાઝેલા આ બાળકને કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં તબિબે નક્ષને તપાસતા તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ કઠલાલ સરકારી દવાખાને નક્ષનું પી.એમ કરાયું હતું. ત્યાર બાદ આ ઉપરોકત બનાવ બાબતે એમ.જી.વી.સી.એલ હલદરવાસ ખાતેથી જી.ઈ.બીના અધિકારી કર્મચારીઓ આવેલ હતા. તેઓએ આ બનાવ બાબતે આંતરીક તપાસણી કરેલ હતી. ત્યાર બાદ એમ.જી.વી.સી.એલ હલદરવાસના અધિકારીએ સ્થળ તપાસણીનો રીપોર્ટ આપેલ હોય જે રીપોર્ટ આધારે આજ રોજ કઠલાલ પોલીસ સ્ટેશનમાં મૃતક બાળકના પિતા કાનજીભાઈ બાદરસિહ ઝાલાએ ઉપરોક્ત વાવેતર કરનાર બુધાજી સબુરજી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: