રોટરી સેવા સંસ્થાન.દાહોદ દ્વાર માતૃપિતૃ દિવસ નિમિત્તે વૃધ્ધાશ્રમ દાહોદ ખાતે યોજાયેલ વડીલવંદના કાયૅકમ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
રોટરી સેવા સંસ્થાન.દાહોદ દ્વાર માતૃપિતૃ દિવસ નિમિત્તે વૃધ્ધાશ્રમ દાહોદ ખાતે યોજાયેલ વડીલવંદના કાયૅકમ.
દાહોદ. માનવસેવા તથા વિવિધ સામાજિક સેવા ને લગતી રચનાત્મક કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા વસંત પંચમી ના અવસર પર માતૃપિતૃ દીવસ ની ઉજવણી નિમિત્તે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દાહોદ સંચાલિત દાહોદ ખાતે આવેલ નિશ્રા વૃધ્ધાશ્રમ ખાતે રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશ ચાવડા.એમ.વાય હાઈસ્કૂલ દાહોદ ના નિવૃત્ત સુપરવાઈઝર અને વડોદરા મા સાહિત્યક્ષેત્રે કાયૅરત વસંતભાઈ દવે.દાહોદ રેડક્રોસ સોસાયટી ના બ્લડ બેક કન્વીનર એન.કે.પરમાર તથા કારોબારી સભ્ય મુકુંદ ભાઈ કાબરાવાલા ની ઉપસ્થિતિમાં વૃધ્ધાશ્રમ મા નિવાસ કરતા વડીલો માટે વડીલવંદના નો કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો કાયૅકમ મા ઉપસ્થિત સેવાભાવી કાયૅકરતાઓ એ વડીલો ના આશીર્વાદ મેળવી તેઓ નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરતા વડીલો ભાવવિભોર થયા હતા શ્રી વસંતભાઈ દવે દ્વારા “વૃધ્ધાવસ્થા જીવન મંદિર નો સુવર્ણ કળશ” નામના પુસ્તકો વડીલો ને ભેટ આપેલ તથા રોટરી સંસ્થા દ્વારા ભોજન આપી અનોખી રીતે ઉજવણી કરી હતી. વૃધ્ધાશ્રમ ના ગૃહપતિ શ્રી રાજુભાઇ પટેલે રોટરી સંસ્થા નો આભાર માની સંસ્થા ની કામગીરી ની પ્રસંસા કરી હતીદા