દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.૯ માર્ચના નેશનલ લોક અદાલતનું આયોજન.
અજય સાસી
દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.૯ માર્ચના નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે
દાહોદ: જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા આગામી તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત, નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ, જિલ્લા અદાલત દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમાં ચેરમેન અને મેં. જ્યુડી. મેજિ.ના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા,ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં તા. 09-12-2023 ના શનિવારના રોજ સવારે 10 : 30 કલાકે નેશનલ લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ,નેગો. ઈન્સ્ટ્રૂ.એક્ટ ની કલમ 138 હેઠળના કેસો, બેંક રિકવરી વળતરના કેસો , વાહન અક્સ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહીત, કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમ યોગી સંબધિત તકરારને લગતા કેસો જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બિલના કેસો,(ચોરી શિવાયના કેસો) દીવાની કેસો જેવા કે ભાડુઆત સંબધિત, બેંક લેણાં તથા સિવિલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડિંગ હોઈ તેવા કેશો લોક અદાલત માં મૂકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે. વધુમાં, ઉપરોક્ત જણાવેલ કેસોમાં લોક અદાલતના માધ્યમ થી સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટનો સમ્પર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામ પક્ષકારને નોટિસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પૂરો શકાય. પ્રિલીટીગેશન કેસો તથા પેન્ડિંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલય કે તાલુકા કક્ષાની અદાલતોનો કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલશ્રીએ સંબંધીત કોર્ટ માં આપનાં કેશ તારીખ 09/03/2024 (શનિવાર ) ના રોજ આયોજીત “રાષ્ટ્રીય લોક અદાલત ” માં મૂકવા સંપર્ક કરી શકો છો.લોક અદાલતમાં કેસો નો ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતર ના નાણાં ઝડપથી મળે છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલત માં તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો મુકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલશ્રીઓને તથા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની થતી નથી અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદનો સંપર્ક સાધી શકાશે. તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં જો કેસ પેન્ડીંગ હોય, તો જે- તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

