વઘઈ માં જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ તથા નિરાલી હોસ્પિટલ ( નવસારી ) દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આજ રોજ વઘઈ ખાતે જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ તથા નિરાલી હોસ્પિટલ ( નવસારી ) દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
વઘઈ ખાતે આજ રોજ જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ તથા નિરાલી હોસ્પીટલ ( નવસારી ) દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. કંપની દ્વારા જાહેર તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને કંપની સાથે જોડાયેલા કડિયા, કારીગરો - કોન્ટ્રાકટરો, તથા તેમના પરિવારજનો, વગેરે માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ માં લાભાર્થીનું બ્લડ પ્રેશર, હૃદયનો ECG રીપોર્ટ, સુગર ચેકઅપ, BMI, વજન, હાડકા અને સાંધાના દુખાવામાં તથા અન્ય બીમારીઓને લગતું ચેક અપ MD Doctor ( નિરાલી હોસ્પિટલ - નવસારી ) ના નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ ડૉ.અજય ત્રિવેદી સાહેબ તથા ડો.પ્રમોદ સિવાલેખે દ્વારા ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. તમામ કેમ્પનું આયોજન જે. કે. લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ દવારા કરવામાં આવ્યું હતું.
સ્થળ: વઘઈ કોમ્યુનિટી હોલ, વઘઈ, તા. – વઘઈ, જી. – ડાંગ ખાતે થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજભાઈ જાની – ટેકનિકલ ઓફિસર, નિકુંજભાઈ ભાવસાર – સેલ્સ ઓફિસર, કંપની નાં સેલ્સ પ્રમોટર સિદ્ધાર્થભાઈ દેસાઈ તથા વઘઈ ખાતે આપડા સિમેન્ટ નાં વિક્રેતા એવા ચંદ્રકાંત વી. પટેલ નાં માલિક દિપ્તેશભાઈ અને સોનું સિમેન્ટ નાં માલિક એવા સોનુભાઈ અને હરેશભાઈ ની ખાસ ઉપસ્થિતિ રહી ત્થા ટેકનીકલ સર્વિસ વિભાગ નાં વડા ભગવાન જેઠવાની સાહેબ, તથા સેલ્સ વિભાગ નાં વડા ભૂપસિંહ મોરી સાહેબ નાં માર્ગ દર્શન હેઠળ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો તેમાં 126 લાભાર્થીઓએ ભાગ લીધો હતો.