પ્રાથમિક શાળા જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલના આંગણમાં અભ્યાસ કરવા મજબુર.

નરેશ ગનવાણી નડિયાદ

પ્રાથમિક શાળા જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલના આંગણમાં અભ્યાસ કરવા મજબુર

ગળતેશ્વરના ડાભસર ગામે આવેલી પ્રાથમિક શાળા અત્યંત જર્જરીત હાલતમાં છે. વિદ્યાર્થીઓ હાલમાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ગળતેશ્વર તાલુકાની ડાભસર પ્રા.શાળામાં કુલ ૭ ઓરડા આવેલા છે. જે  ૪૫ વર્ષ પહેલા બનાવ્યા હતા. આ શાળામાં ૧ થી ૮ ધોરણના કુલ ૭૪ બાળકો અભ્યાસ કરે છે. હાલ પરિસ્થિતિ એવી છે. ડાભસર પ્રા શાળામાં ઉપરની છતના પતરા અડધા તૂટી ગયા છે. દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. પ્લાસ્ટર અને નીચેનું ફ્લોરિંગ ઉખડી જમીન દેખાવા લાગી છે. શાળાના ઓરડા જર્જરિત અને જોખમી હોવાથી શિક્ષકો અને આચાર્ય દ્વારા સાવચેતીના ભાગરૂપે બાળકોને સ્કૂલના આંગણમાં – ખુલ્લામાં  બેસાડી અભ્યાસ કરાવાય છે. જ્યારે આ શાળામાં  અભ્યાસ કરતાં બાળકોના માતા-પિતા પણ આજ સ્કુલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. શાળાના જર્જરિત ઓરડા વિશે સરકાર ને જાણ કરવામાં આવી છે. પરંતુ ક્યારે આ  નવીન શાળા સંકુલ બનાવવામાં આવે તેની બાળકો અને વાલીઓ રાહ જોઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: