નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે.

અજય સાસી

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી તારીખ ૨૧ મી ફેબ્રુઆરીએ “વિશ્વ માતૃભાષા દિન”ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતી ભાષાના બે તજજ્ઞોનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રા.ડૉ.રોહિત કપૂરી (એસોસિએટ પ્રોફેસર, કે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ) અને પ્રા.ડૉ.રાજેશ વણકર (આસિસ્ટન્ટ પ્રોફેસર, સરકારી વિનયન કૉલેજ, ગરબાડા) માતૃભાષાનું મહત્વ વિશે વ્યાખ્યાન આપશે. સમગ્ર ઉજવણી કૉલેજના આચાર્યશ્રી ડૉ. બી.આર.બોડર અને વાઇસ પ્રિંસિપાલ ડૉ. એચ.કે. પંચાલના માર્ગદર્શન અને પ્રો. ડો. નમ્રતાબેન મકવાણાના સંયોજન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: