ધાનપુર પોલીસે પીપરીયા ગામે જંગલમાંથી કુલ ૪૨,૨૪૦ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

વનરાજ ભુરીયા ,ગરબાડા

ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જી.ચુડાસમા તથા સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. આર.જી.ચુડાસમા ને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પીપરીયા ગામે જંગલમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાર્ટરીયાની કુલ બોટલ નંગ-૩૮૪ ની કિ.રૂ.૪૨,૨૪૦/-નો પ્રોહી મુદામાલ ઝડપી પાડી કુલ ત્રણ આરોપીઓ (૧) પિપરીયા ગામના ગોવિંદભાઇ અજમેલભાઇ ડામોર (મુદ્દામાલ મંગાવનાર) (૨) કાળુભાઇ ઉદીયાભાઇ જાતે ધાકડ રહે.લખાવાટ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) (૩) લક્ષ્મણભાઇ પારસિંગભાઇ જાતે કનેશ રહે.ગોળઆંબા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ. પી) (મુદ્દામાલ આપવા આવનાર) સામે ધાનપુર પોલીસ મથકે ગુંનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!