દાહોદમાં કોરોના પોઝિટિવનો આંકડો 30 ને પાર : આજે વધુ ત્રણ દર્દીઓ પોઝિટિવ આવ્યા : એક્ટિવ કેસો 12
અનવરખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં આજે વધુ ત્રણ કોરોના દર્દીઓનો સમાવેશ થતાં કુલ આંકડો ૩૦ ઉપર પહોંચી જવા પામ્યો છે. આજના વધુ ત્રણ પોઝીટીવ કેસો પૈકી બે કેસ કેટલાક દિવસો પુર્વે આણંદ જિલ્લાના ઉમરેઠ ગામથી આવેલ ૨ વ્યક્તિઓના છે. આ બે વ્યક્તિઓ સામે સરકારી અધિકારીની મંજુરી વગર આવન જાવન કરવાના જાહેરનામાના ઉલ્લંઘન બદલ દાહોદ શહેર પોલીસે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે ત્રીજો એક વ્યક્તિ દિલ્હીથી પરત દાહોદ આવ્યો હતો તેનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આમ, દાહોદમાં આજે એક સાથે ૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રની મુશ્કેલી સહિત કામગીરીમાં વધારો કરી દીધો છે. આમ, હવે દાહોદમાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૧૨ ઉપર પહોંચી છે.
કેટલાક દિવસો પુર્વે આણંદ જિલ્લાના ઉમરેઠ ગામેથી દાહોદ શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા એક દંપતિ સરકારી અધિકારીની મંજુરી વગર અને પાસ પરમીટ વગર આણંદથી દાહોદ ખાતે ખાનગી વાહન મારફતે પ્રવેશ કર્યાે હતો. આ બાબતની જાણ તંત્રને થતાં પોલીસે કાર્યવાહીના પગલા ભર્યા હતા અને દંપતિ સહિત ખાનગી વાહનના ચાલક સામે જાહેરનામાના ભંગ બદલ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરી હતી. બાદમાં આ દંપતિ સહિત ડ્રાઈવરને કોરેન્ટાઈન હેઠળ મુકી દેવામાં આવ્યા હતા. આજરોજ દંપતિ સાથે સાથે બીજા કુલ ૧૦ નમુનાઓના પરિણામ જાહેર થતાં આણંદના ઉમરેઠથી આવેલા દંપતિ અલી અસગર હુસેનીભાઈ ગરબાડાવાલા (ઉ.વ.૩૨) અને શિરીન અલીઅસગર ગરબાડાવાલા (ઉ.વ.૨૮) બંન્નેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જ્યારે ત્રીજો એક વ્યક્તિ પ્રિત નિલેશભાઈ દેસાઈ (રહે.દેસાઈવાડ,દાહોદ, ઉ.વ.૨૮) જે ૧૮મે ના રોજ દિલ્હીથી પરત દાહોદ આવ્યા હતા. આ તમામને જે તે સમયે કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા અને આજે આ ત્રણેયના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામને દાહોદની સરકારી ક્વોરેન્ટાઈન હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં કોરોના પોઝીટીવનો આંકડો છેલ્લા કેટલાક દિવસોથી વધવા માંડ્યા છે. આ સાથે જ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રમાં ચિંતાનો માહૌલ પ્રસરી જવા પામ્યો છે. આ તમામ વિસ્તારોમાં હાલ આરોગ્ય તંત્રની ટીમો દ્વારા તમામના સંપર્ક ટ્રેસીંગ ચાલુ કરી દેવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં પણ આરોગ્ય તંત્ર જોતરાઇ ગયું છે.
#Sindhuuday Dahod

