નડિયાદના ચકલાસી પોલીસમાં ૩૭ હજાર રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ચકલાસીમાં પેઈન્ટરનુ કામ કરતા આર્ટીસ્ટ સાથે ત્રણ મોબાઈલ ધારક અને એક ખાતા ધારકે ઠગાઈ કરી છે. મેરા ભતીજા અસ્પતલામે હે તેમ કહી વિશ્વાસ કેળવ્યો અને અલગ અલગ રીતે કુલ રૂપિયા ૩૭,૯૯૪ ખંખેરી લીધા હતા.
નડિયાદના ચકલાસી ગામે ગુરૂકૃપા સોસાયટીમાં જયેશભાઇ ગોવિંદભાઈ પટેલ જે વડતાલ જ્ઞાનબાગ સ્વામિનારાયણ મંદિરમાં પેઈન્ટર તરીકેનું કામ કરે છે. જયેશભાઈને બે જુદાજુદા બેંકના ખાતા ગુગલ પે અને ફોન પે સાથે લીંક છે. તેમના ઘરે એક વર્ષ પહેલા પીઓપીનું કામ કરાવ્યું હતું. ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ એક અજાણ્યા નંબર ઉપરથી તેમને ફોન આવ્યો હતો જે ફોન રિસીવ કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે ‘આપને મુજે પહેચાના મે આપકે વહા પીઓપીકા કામ કરાથ મેરા ભતીજા અસ્પતલામે હે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ કહ્યું કે મારે ૨૫ હજારની જરૂર છે હું તમને આ નાણાં ટ્રાન્સફર કરું છું જે ગુગલ પે મારફતે મને મોકલી આપશો. તેમ કહી રૂપિયા જમાનો ખોટો ટેક્સ મેસજ મોકલી બે અલગ અલગ નંબર મારફતે એક બેંક એકાઉન્ટ ખાતામાં કુલ રૂપિયા ૩૭ હજાર ૯૯૪ ગઠીયાએ મેળવી લીધા હતા. જયેશભાઇને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને ગઇકાલે ચકલાસી પોલીસમાં ૪ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.