સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં સીપીઆર ટ્રેઇનિંગ વર્કશોપ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ અને મનોવિજ્ઞાન વિભાગ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુકત ઉપક્રમે સીપીઆર ટ્રેઇનિંગ’ વર્કશોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રો. અર્પિતાબેન વૈદ્યએ વિદ્યાર્થીઓને સીપીઆર ક્યારે, કેવા સંજોગોમાં અને કેવી રીતે આપી શકાય તેનું નિદર્શન કરી ખૂબ જ સુંદર સમજુતી આપી હતી. સંજોગો વશાત સીપીઆર આપવાનુ થાય તો શું કરવુ તેનું પ્રાયોગિક જ્ઞાન સંપાદિત કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત કું.વિધિ ચૌહાણે કરેલ પ્રાર્થનાથી થઈ હતી. મનોવિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને એનસીસી પ્રોગ્રામ ડો.પ્રકાશભાઇ વિછીયાએ ઊપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના નિકિલેશભાઈ પંડિતે સમગ્ર આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આચાર્યએ વિદ્યાર્થીઓને સીપીઆર ટ્રેઇનિંગ સમાજ ઊપયોગી કાર્ય કરવા હાંકલ કરી અને ઊપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. ડો.અર્પિતાની ચાવડાએ આભાર વિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ સ્વયંસેવક કમલેશ સોઢાએ કર્યું હતું.
