મુંબઇથી ટ્રેનમા આવતા નડિયાદ પાસે દંપતીનુ પર્સ ચોરાઈ ગયો
નરેશ ગનવાણી નડિયાદ
મુંબઈ વસઈ રોડ થી ટ્રેનમાં આવતા દંપતિનું પર્સ નડિયાદ રેલ્વે સ્ટેશન આગળ ચોરાઈ ગયો હતો. ચોરી થયેલ પર્સમાં મોબાઇલ, રોકડ અને આધારકાર્ડ સહિત રૂ ૬૦ હજારની મત્તાની ચોરી થઇ હતી.
મુંબઇના વિરાટ વેસ્ટમાં રહેતા હેમીન શાહ યુવાન તેની પત્ની સાથે મુંબઈ થી કોચીવલી -ભાવનગર ટ્રેન માં વસઈ રોડ થી બોટાદ આવવા નીકળ્યા હતા. ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પહોંચતા યુવકે તેની પાસે રહેલ સામાન ચેક કરતા બરાબર હતા. જે બાદ નડિયાદ રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડતા યુવક જાગી જતા તેની પાસે રહેલ પર્સ જોવા મળ્યું ન હતું. જેથી ટ્રેનના ડબ્બામાં પર્સની શોધખોળ કરવા છતાં મળ્યો ન હતો ચોરી થયેલ પર્સમાં યુવકના બે મોબાઇલ, હેડ ફોન રૂ. બે હજાર, રોકડ રૂ ૩૫૦૦ તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂ ૬૦ હજારની મત્તાની ચોરી થઇ હતી.

