દાહોદમાં વધુ ૪ દર્દીઓ કોરોના પોઝીટીવ : કુલ આંકડો ૩૪ને પાર : એક્ટીવ કેસ ૧૬

દાહોદ તા.૨૩
અનવરખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી

દાહોદ શહેરમાં આજરોજ વધુ 4 કોરોના પોઝીટીવના કેસો નોંધાતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે સાગમટે એક સાથે 4 કોરોના પોઝીટીવ કેસોના પગલે વહીવટી તંત્ર સહીત આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસો નોંધાવાના પગલે નગરવાસીઓ સહીત વહીવટી તંત્રમાં પણ ચિંતાનું મોજું ફરી જવા પામ્યો છે.

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોરોના મહામારીના દિન પ્રતિદિન કેસો સામે આવતા નગરમાં ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 10 લોકોના સેમ્પલો ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 6 લોકોના સેમ્પલો નેગેટિવ આવવા પામ્યા છે. તેમજ 4 લોકો કોરોના પોઝીટીવ આવવા પામ્યા છે. આજરોજ કોરોના પોઝીટીવ આવેલા શાહરુખ યુસુફભાઈ સબજીફરોશ રહે. દર્પણ રોડ મારવાડી ચાલ, ચુનિયાભાઈ જીથરાભાઈ હઠીલા રહે. બંગલા ફળીયા નગરાળા, મુકેશભાઈ પ્રહલાદભાઈ વણઝારા રહે. વણઝારવાડ તેમજ મુકેશભાઈ મગનભાઈ અંસેરિયા રહે. ચાલી ફળીયા ના તમામ લોકોને હાલ સારવાર અર્થે કોવીડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગે ઉપરોક્ત કોરોના સંક્રમિત આવેલા વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝીગ સહીત દવાના છટકાવની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
હાલ આજના 4 પોઝીટીવ કેસોના પગલે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 34 થવા પામી છે.જે પૈકી 18 લોકો કોરોના મુક્ત થતાં હાલ 16 જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓ હાલ અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!