બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ
મહુધા નડિયાદ રોડ પર નડિયાદથી છીપડી જઈ રહેલી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા અશોકભાઈ જયંતિભાઈ  બાઇક પર કઠલાલ તાલુકાના નવાતાતરીયા ગામે સાસરીમાં આવ્યા હતા. ગઇકાલે સાંજે અશોકભાઈ પોતાના ઘરે બાઇક પર જતાં હતા. દરમિયાન મહુધા-નડિયાદ રોડ પર ભુલીભવાની પાટીયા પાસે સામેથી  આવી રહેલી એસટી બસે ઓવર ટેક કરવા જતાં સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જાયો  હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક ચાલક અશોકભાઈ વાહન પરથી રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આ બાઇક ચાલક અશોકભાઈ જયંતિભાઈ નુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. બનાવની જાણ મૃતકના સસરા અંબાલાલ ઉર્ફે લક્ષ્મણભાઇને થતા તેઓ તેમના સ્વજનો સાથે દોડી આવ્યા હતા.
જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી મૃતકને પીએમ માટે મહુધા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: