ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુમ્ભ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદ દ્વારા આયોજીત અસ્થિ વિષયક દિવ્યાંગોનો સ્પેશિયલ ખેલ મહાકુમ્ભ ૨.૦ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા જુદી જુદી ૯ રમતોમા ભાગ લઇને તેઓ પોતાનુ તેમજ જિલ્લાનુ નામ રાજય સ્તરે રોશન કરશે. ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ રાકેશભાઇ ચાવડાએ સૌ દિવ્યાંગ ખેલાડીઓને આવકાર્યા તેમજ રમતને લગતી કેટલીક બાબતો વિશે દિવ્યાંગ ખેલાડીઓને માહિતગાર કર્યા હતા. વધુમાશ ચાવડાએ દિવ્યાંગ ખેલાડીઓના જુસ્સાને સલામ કરતા જણાવ્યુ કે ખેલ મહાકુમ્ભનુ સ્તર આજે ગુજરાતમાં વધતુ જાય છે. ખેલ મહાકુમ્ભમાં જે ખેલાડીઓ ભાગ લે છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિધ્ધીઓ પણ પ્રાપ્ત કરે છે. ખેડા જિલ્લામા ૫ વર્ષમાં ૬ ખેલાડીઓએ ખેલ મહાકુમ્ભ થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં પોતાનુ જુસ્સો બતાવી આગવી સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાત સરકારનો આભાર વ્યકત કરતા ચાવડા જણાવે છે કે આજે આ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત છે અને પોતાની રમત દ્વારા સફળ થઇને દેશ અને દુનિયામાં ભારતનુ રોશન કરવા તેઓ પાયાથી પોતાની રમતમાં પરિશ્રમ કરી રહ્યા છે. જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખભાઇ તાવેથીયાએ જણાવ્યુ કે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉત્તમ કક્ષાની સુવિધા તમામ ખેલાડીઓને પુરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સ્પે..ખેલ મહાકુમ્ભ ૨.૦ સ્પર્ધા તા. ૨૧ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી બે દિવસીય આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામા આવ્યુ છે. જેમાં ખેડા જિલ્લા માંથી અંદાજીત ૪૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ૧૦૦.મી દોડ, ટ્રાયસિકલ રેસ, લાંબી કુદ, ઉચી કુદ, ચક્ર ફેક, ગોળા ફેક, ભાલા ફેક, વોલીબોલ, વ્હીલચેર હર્ડલમાં ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ ભાઇ તાવેથીયા ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ઠ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ નડિયાદના પ્રમુખ રાકેશભાઇ ચાવડા અને ઉપપ્રમુખ કાલીદાસ પટેલ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા