દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ ના અધ્યક્ષ પણા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર કચેરીમાં તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ ના અધ્યક્ષ પણા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કચેરીના સભાખંડમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને સ્વગાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર એન એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી પટેલ તેમજ જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા નવ પ્રશ્નોનો મૂકવામાં આવ્યા હતા જેમાં પંચાયતને લગતા મહેસુલ ને લગતા ડી આઇ એલ આર ને લગતા બેંકને લગતા વિગેરે પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ થયેલ હતા તે તમામ નવે નવ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો 9 અરજદારો પૈકી ચાર અરજદારો ગેરહાજર રહ્યા હતા જ્યારે પાંચ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા